Big Breaking: રિયા ચક્રવર્તી જેલમાં જ રહેશે, કોર્ટે જામીન અરજી ફગાવી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસ સાથે જોડાયેલા ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તીને મોટો ઝટકો મળ્યો છે. રિયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા રિયાએ હવે જેલમાં જ રહેવું પડ્શે.

Big Breaking: રિયા ચક્રવર્તી જેલમાં જ રહેશે, કોર્ટે જામીન અરજી ફગાવી

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસ (Sushant Singh Rajput Death Case)  સાથે જોડાયેલા ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તી (Reha Chakraborty) ને મોટો ઝટકો મળ્યો છે. રિયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા રિયાએ હવે જેલમાં જ રહેવું પડ્શે. મુંબઈ સેશન્સ કોર્ટ રિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય શુક્રવાર સુધી અનામત રાખ્યો હતો. રિયા છેલ્લા બે દિવસથી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. એનસીબીએ રિયા અને શોવિકને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. રિયા અને શોવિકના સાથે અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા, દિપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાંડાની જામની અરજી પર પણ નિર્ણય સંભળાવવામાં આવ્યો.

સુશાંતના મોત સાથે જોડાયેલા મામલામાં મંગળવારે રાત્રે રિયાની એસડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રિયાને 22 સપ્ટેમ્બર સુધી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે. મંગળવારે મુંબઈની એક મેજિસ્ટ્રેટ અદાલથી જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ રિયાએ બુધવારે પોતાના વકીલના માધ્યમથી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. રિયાએ પોતાની જામીન અરજીમાં આરોપ લગાવ્યો કે, એનસીબી દ્વારા પૂછપરછ દરમિયાન તેમને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવી. રિયાએ દાવો પણ કર્યો કે, તેમણે કોઈ અપરાધ નથી કર્યો અને આ મામલામાં ફસાવવામાં આવી રહ્યા છે.

સુશાંતના આ PHOTOS તમને રડાવી દેશે, રિયાનો પ્રેમના નામે દગાબાજીનો સૌથી મોટો પુરાવો

બ્રેકફાસ્ટમાં પૌઓ અને ચાથી શરૂઆત
બે દિવસથી રિયા જેલમાં બંધ છે. રિપોર્ટ્સ મુજબ બીજા દિવસે તે અન્ય કેદીઓની જેમ સવારે 6 વાગે રોલ કોલ પર જાગી. 7.30 વાગે બ્રેકફાસ્ટમાં ચા અને પૌઆ મળ્યા. રિયાએ જેલમાં મેસમાં દાળ, ભાત, શાક અને રોટલીનું લંચ કર્યું. રાતે ડિનર બાદ તે પોતાની જરલ બેરેકના સર્કલ નંબર 1 સેલમાં રહી. 

They're arrested by NCB in connection with drugs case related to #SushantSinghRajput case. pic.twitter.com/pFO8bqYIxi

— ANI (@ANI) September 11, 2020

રિયાએ જામીન અરજીમાં પોતાને નિર્દોષ ગણાવી
રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા પણ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. રિપોર્ટ્સ મુજબ એનસીબી સૂત્રોના જણાવ્યાં મુજબ તેમની પાસે પુરતા પુરાવા છે. જેના કારણે રિયાની ધરપકડ થઈ છે. જો કે રિયાએ જામીન અરજીમાં જણાવ્યું છે કે એનસીબીએ  તેની પાસેથી જબરદસ્તીથી ગુનો કબૂલ કરાવ્યો છે.  એનસીબી દ્વારા પૂછપરછ દરમિયાન તેને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવી. રિયાએ દાવો પણ કર્યો કે, તેમણે કોઈ અપરાધ નથી કર્યો અને આ મામલામાં ફસાવવામાં આવી રહ્યા છે.

આ બાજુ રિયાને બુધવારે સાંજે જેલ પહોંચ્યા બાદ સામાન્ય બેરેકમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ સુરક્ષા કારણોસર તેને અલગ સેલમાં શિફ્ટ કરાઈ. બુધવારે જેલમાં રિયાને 6 વાગે ડિનર અપાયું હતું. ભોજનમાં 2 રોટી, શાક, ભાત હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news